ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પહેલા ભારતીયનો ભોગ લેવાયો છે.
યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન કર્ણાટકના ચેલાગિરી જિલ્લાના વતન અને નવીન એસ.જી નામના વિદ્યાર્થીનું મોત થયું છે.
વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ખુબ દુખની વાત છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.
મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે. પરંતુ આ છતાં, રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ છે.