Sunita Williams: અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સ શું હવે વાપસી કરશે, ઈસરો ચીફે આપ્યું આ નિવેદન… જાણો શું કહ્યું ઈસરોના વડા સોમનાથે.

Sunita Williams: નાસાના અવકાશયાત્રી સુનીતા અને બુચ વિલ્મોર 5 જૂને અવકાશમાં ગયા હતા. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે અત્યાર સુધીમાં ચાર વખત તેમનું વાપસી મોકૂફ રાખવામાં આવ્યું છે.

by Bipin Mewada
Sunita Williams Will Sunita Williams, stuck in space, return now, ISRO chief gave this statement... Know what ISRO chief Somnath said..

News Continuous Bureau | Mumbai

Sunita Williams: અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનથી ( space station ) પૃથ્વી પર પરત ફરતી વખતે તેમની સામે આવી રહેલા અવરોધોને લઈને વિશ્વમાં હાલ ચર્ચામાં  છે. તેઓ છેલ્લા 17 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે. NASA સુનિતાને અંતરિક્ષમાંથી પરત લાવવાનો હાલ પ્રયાસ કરી રહ્યું છે. 

આ પૃષ્ઠભૂમિમાં, ભારતની અવકાશ સંશોધન સંસ્થા ( ISRO )ના વડા ડૉ. એસ. સોમનાથે ( S. Somanath ) એક નિવેદન આપતા કહ્યું હતું કે, આ માત્ર સુનીતા વિલિયમ્સ કે અન્ય કોઈ અવકાશયાત્રીની વાત નથી. સ્પેસ સ્ટેશનમાં અટવાઈ જવું એ ચર્ચાનો વિષય નથી. હાલમાં 9 અવકાશયાત્રીઓ ( Astronauts ) અંતરિક્ષમાં ગયા છે. તેમાંના બધા અવકાશયાત્રીઓ ત્યાં ફસાયેલા છે. બધા અવકાશયાત્રીઓએને એક દિવસ જરુરથી પાછા ફરવું પડશે. આ આખો મામલો બોઇંગ સ્ટારલાઇનર નામના નવા ક્રૂ મોડ્યુલ (અવકાશમાં જવા માટે અને પછી સુરક્ષિત રીતે પાછા આવવા માટે સક્ષમ) ના પરીક્ષણ સાથે સંબંધિત છે. તેથી આનો ઉકેલ જલ્દીથી જલ્દી લાવવામાં આવશે.

 Sunita Williams: સુનિતા વિલિયમ્સ 5 જૂન 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર નામના અવકાશયાનમાં અવકાશ મિશન પર ગયા હતા. 

 ડો. સોમનાથે તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, અમે પણ એક ક્રૂ મોડ્યુલ  બનાવી રહ્યા છીએ અને હું સમજી શકું છું કે તેમની સાથે કેવા પ્રકારની ક્રિયા પ્રતિક્રિયા હાલ થતી હશે. અમને આનો અનુભવ છે; પણ સુનીતા વિલિયમન્સે અમારા કરતાં વધુ અનુભવ છે.

સુનિતા વિલિયમ્સ 5 જૂન 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ( Boeing Starliner ) નામના અવકાશયાનમાં અવકાશ મિશન પર ગયા હતા. તે અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ અને નાસાનું સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન છે. સુનીતા આ પ્લેનની પાયલટ છે. તેમની સાથે આવેલા બુશ વિલ્મોર આ મિશનના કમાન્ડર છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 8 દિવસના રોકાણ પછી, તેઓ બંને 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા; પરંતુ સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા અને હિલીયમ ગેસના લીકેજને કારણે બોઇંગ સ્ટારલાઇનર હજુ સુધી પૃથ્વી પર પરત આવી શક્યું નથી. જો કે, પરત ન આવવાનું ચોક્કસ કારણ હજુ જણાવવામાં આવ્યું નથી. પરતું એવું રિપોર્ટો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, જો આ બોઇંગ સ્ટારલાઇનર પાછું ધરતી પર આવે છે, તો તેમાં આગ લાગવાની આશંકા છે. આથી NASA આનો હાલ ઉકેલ શોધવામાં લાગ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Global Hindu Rashtra Festival: દેશમાં ધર્માંતરણની કિસ્સાઓ વધતા, હવે લઘુમતીઓ માટે ચાલતી તમામ સરકારી યોજનાઓને તાત્કાલિક બંધ કરવાની ઉઠી માંગ..

 Sunita Williams: સુનિતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશન પર વધુ સમય પસાર કરવો પડી શકે છે. 

સુનિતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશન પર વધુ સમય પસાર કરવો પડી શકે છે. નાસા અનુસાર, બોઇંગ સ્ટારલાઇનરનું મિશન હવે 45 દિવસથી વધારીને 90 દિવસ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં સુનીતાના પરત ફરવાની રાહ વધુ વધે તેવી શક્યતા છે. નાસાએ હાલમાં સ્ટારલાઈનરની પરત ફરવાની તારીખ આપવાનો ઈન્કાર કર્યો છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More