ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબતે અપાયેલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન મસ્જિદ માટે ફાળવવાની તાકીદ કરી હતી. જે માટે રાજ્ય સરકારે કેટલીક પસંદગીની જગ્યા વકફ બોર્ડને બતાવી હતી. જેમાંથી હવે સુન્ની વકફ બોર્ડે અયોધ્યાના સોહાવલ તાલુકાના ધંનીપુરમાંની જમીન સ્વીકારી છે. આ જમીન રામજન્મભૂમિ થી અંદાજે 25 કિલોમીટર દૂર આવી છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર સરકારના આ પ્રસ્તાવને સુન્ની વકફ બોર્ડે સ્વીકારી લીધો છે જેનો પત્ર પણ તેમને મળી ચૂક્યો છે.. આમ હવે કાયદેસર રીતે 25 કિલોમીટર દૂર પાંચ એકરની જમીન પર વકફ બોર્ડ મસ્જિદની સાથે-સાથે હોસ્પિટલનું નિર્માણ પણ કરવા જઈ રહી છે .
પ્રશાસન દ્વારા ફાળવાયેલી જમીન મુસ્લિમ બહુસંખ્યક છે અને આની નજીકમાં જ શાહ ગદાબાબાની મઝાર આવેલી છે. જ્યાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દર વર્ષે ઉર્ષ કરવા જાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com