News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસ સહિત વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “કેટલાક લોકોએ મને મારવા માટે અલગ-અલગ લોકોને સોપારી આપી છે, પરંતુ ભારતમાં ગરીબ, મધ્યમ વર્ગ, આદિવાસીઓ, દલિત અને ઓબીસી સહિત દરેક ભારતીય આજે મોદીનું સુરક્ષા કવચ બની ગયા છે. આ લોકોએ મોદીની છબીને કલંકિત કરવાના સોગંદ લીધા હતા. 2014 અને હવે તેઓએ શપથ લીધા છે – ‘મોદી તેરી કબર ખુદેગી.’ મોદીએ શનિવારે રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન અને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન (નવી દિલ્હી) વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી, ત્યારબાદ તેમણે ભીડને સંબોધિત કરી.
મોદીએ કહ્યું, “આપણા દેશમાં કેટલાક એવા લોકો છે જેમણે 2014 થી નક્કી કર્યું છે, તેઓ જાહેરમાં બોલ્યા છે, તેઓએ સંકલ્પ કર્યો છે કે તેઓ મોદીની છબીને બગાડવાનું ચાલુ રાખશે. આ માટે આ લોકોએ અલગ-અલગ લોકોને સોપારી આપી છે અને પોતે પણ પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે. આ લોકોને ટેકો આપવા માટે કેટલાક લોકો દેશમાં છે તો કેટલાક દેશની બહાર છે.