ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
ચીનની 59 એપ્સને પ્રતિબંધિત કરવાના ભારત સરકારના નિર્ણયને અમેરિકાએ ટેકો આપ્યો છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે આ પગલું ભારતની અખંડિતતા, અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી હતું.. આ પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે "કોરોના મહામારીના યુગમાં આજે વધારેમાં વધારે લોકો ચીન પર ગુસ્સે થઈ રહ્યાં છે".
ગત અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રોબર્ટ ઓ'બ્રાયને આરોપ લગાવ્યો હતો કે ચીન સરકાર પોતાના સ્વયંના મતલબ માટે ટિકટોકનો ઉપયોગ કરી રહી છે.
ઓ’બ્રાયને કહ્યું કે ટિકટોક પર, 40 મિલિયનથી વધુ અમેરિકી ઉપયોગકર્તાનઓ, એક ચીની સ્વામિત્વવાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ તમારા બાળકો, અને સહયોગીઓને, CCP (ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી) અને બીજિંગની નીતિઓની ટીકા કરનારના એકાઉન્ટને નિયમિતરૂપે કાયમ માટે બ્લોક કરી દે છે.
જોકે અમેરિકા એ જે રીતે ખુલીને ભારતનો સાથ આપ્યો છે તેનાથી ચીનને સંદેશો મળી ગયો છે કે હવે આ દુનિયામાં એકલુઅટુલું પડી રાબ્યુ છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com