News Continuous Bureau | Mumbai
એશિયાના સૌથી શ્રીમંત બિઝનેસમેન(Richest Businessman) મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને કેન્દ્ર સરકાર(Central Govt) તરફથી આપવામાં આવતી સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે મહત્વનો નિર્ણય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે મુકેશ અંબાણીને આપવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા(Security system) જળવાયેલી રહેશે. ચીફ જસ્ટિસ એનવી રમના (N V Ramana), જસ્ટિસ કૃષ્ણ મુરારી (Krishna Murari) અને હિમા કોહલીની (Hima Kohli) બેન્ચે કેસની સુનાવણી કરી હતી.
ત્રિપુરા હાઇકોર્ટના(Tripura High Court) નિર્દેશને કેન્દ્ર સરકારે પડકાર્યો હતો. વેકેશન બેન્ચે(Vacation Bench) 29 જૂનના એક જનહિત અરજી પર આપવામાં આવેલા ત્રિપુરા હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આમાં દેશના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી સિક્યુરિટી કવર(Security Cover) સાથે સંબંધિત ગૃહ મંત્રાલયની(Home ministry) ફાઈલ રજૂ કરવાની માગ મૂકવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશને(Highcourt Order) પડકારનારી કેન્દ્ર સરકારની અરજી પર જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારદીવાલાની વેકેશન બેન્ચે આગોતરા આદેશ પસાર કર્યા હતા.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ(Tushar Mehta) રજૂઆત કરતા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે અરજીકર્તા બિકાસ સાહા (Bikash Saha)ને અંબાણીને મળતી સિક્યોરિટી કવરથી કોઈ સંબંધ આવતો નથી.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા અશોક સ્તંભનો મામલો- સિંહની પ્રતિમા ને લઈને કરાઈ આ માંગ-જાણો વિગતે
ત્રિપુરા હાઇકોર્ટે 31 મે અને 21 જૂનના બિકાસ સાહા દ્વારા નોંધાયેલી અરજી પર અંતરીમ આદેશ આપ્યા હતા અને કેન્દ્ર સરકારને મામલે જવાબ આપવા કહ્યું હતું.
બિકાસ સાહા(Bikas Saha) નામના વ્યક્તિએ ત્રિપુરા હાઇકોર્ટમાં અંબાણીની Z+ સિક્યોરિટી વિરુદ્ધ એક જનહિત અરજી નોંધાવી હતી. આ અંગે હાઈકોર્ટે કેન્દ્ર સામે જવાબ માંગતા અંબાણી પરિવારને કેટલું જોખમ છે, તેની વિગતો માંગી હતી, જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી છે.
હાઈકોર્ટના આ આદેશ સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં કહ્યું હતું કે કોઈક પરિવારને આપેલી સુરક્ષા જનહિતનો મુદ્દો નથી અને અંબાણીની સુરક્ષાને ત્રિપુરા સાથે કંઈક લાગતું-વળગતું નથી