Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર ને જોર કા ઝટકા ધીરે સે લગા. સુપ્રીમનો આદેશ.. કૃષિ કાયદા હાલ પૂરતા સ્થગિત. જાણો કોર્ટમાં શું શું થયું… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

12 જાન્યુઆરી 2021

મંગળવારે મોદી સરકારને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝટકો આપ્યો. આગામો કોઈ આદેશ ના આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાના  અમલ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.

 

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેની અધ્યક્ષતા વાળી બેન્ચે જણાવ્યું કે, બીજો કોઈ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું 

નોંધપાત્ર વાત એ છે કે ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે દિલ્હીની સિંધુ અને ટિકરી બોર્ડર પર બેઠાં છે. છેલ્લા એક મહિના ઉપરથી તેઓ વિરોધ કરી રહ્યા છે. સરકાર સાથે આશરે નવ તબક્કાની વાટાઘાટ છતાં કોઈ પરિણામ આવતું દેખાતું નથી.

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version