News Continuous Bureau | Mumbai
Supreme Court: શું મહિલાને ( woman ) પણ બળાત્કાર માટે દોષી ઠેરવી શકાય? સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) હવે આ અંગે વિચાર કરશે. અત્યાર સુધી આઈપીસીની કલમ 375 હેઠળ બળાત્કાર ( Rape ) માટે માત્ર પુરૂષોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરંતુ હવે કોર્ટ તપાસ કરશે કે શું કલમ 375 હેઠળ બળાત્કારના કેસમાં ( rape case ) મહિલાને આરોપી બનાવી શકાય? આઈપીસીની કલમ ( IPC Act ) 375માં બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક સંજોગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના હેઠળ સ્ત્રી કોઈ પુરુષ પર બળાત્કારનો આરોપ લગાવી શકે છે.
વાસ્તવમાં આ સમગ્ર મામલો 62 વર્ષની વિધવા ( Widow ) મહિલાની અરજી સાથે જોડાયેલો છે. મહિલાનો દાવો છે કે તેને પણ તેના પુત્ર વિરુદ્ધ નોંધાયેલા ‘ખોટા બળાત્કાર કેસ’ માં બિનજરૂરી રીતે ખેંચવામાં આવ્યો છે. મહિલાએ આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને આગોતરા જામીનની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સંજય કરોલની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન બેંચે કહ્યું કે, ‘IPC હેઠળ માત્ર પુરુષને જ બળાત્કારનો આરોપી બનાવી શકાય છે.’
શું છે આ સમગ્ર મામલો…
આ બહુ જટિલ બાબત છે. એક મહિલાએ 62 વર્ષની વિધવા અને તેના પુત્રો વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. આરોપ લગાવનાર મહિલાએ દાવો કર્યો છે કે તે અને વિધવા મહિલાનો પુત્ર ‘ઓનલાઈન રિલેશનશિપ’ માં હતા. આ પછી બંનેએ ‘વીડિયો કોલ’ દ્વારા લગ્ન કરી લીધા હતા.
વૃદ્ધ મહિલાએ અરજીમાં દાવો કર્યો છે કે ફરિયાદી મહિલાના પરિવારના સભ્યોએ તેના પર લગ્ન સમાપ્ત કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ લગ્નને સમાપ્ત કરવા માટે એક કરાર પણ થયો હતો. અને મહિલાને 11 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આ પછી મહિલાએ તેની (વૃદ્ધ મહિલા) અને તેના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં બળાત્કાર, ઇજા પહોંચાડવી, જેલની સજા અને ગુનાહિત ધાકધમકી જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan Cricket: બોલો! હવે આ મેચ ફિક્સિંગમાં બદનામ ખેલાડી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા આપશે ‘કિંમતી’ સલાહ.. PCBનો મોટો નિર્ણય.. જાણો વિગતે…
વૃદ્ધ મહિલાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેમને ‘બનાવટ’ ગણાવ્યા છે. આ કેસમાં વૃદ્ધ વિધવા મહિલાની આગોતરા જામીન માટેની અરજી નીચલી અદાલતે ફગાવી દીધા બાદ તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે વિધવા મહિલાએ તેના નાના પુત્ર સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. તેમજ તેના ફોટોગ્રાફ્સ લીધા બાદ તેને બળજબરીથી કેદ કરવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.
બળત્કાર મામલે શું છે કાયદો…
વૃદ્ધ મહિલાના વકીલે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે કલમ 375 હેઠળ રેપ કેસમાં માત્ર પુરુષને જ આરોપી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર નોટિસ જારી કરી છે. હવે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે. આ સાથે સુપ્રીમ કોર્ટે વૃદ્ધ મહિલાને ધરપકડમાંથી પણ રાહત આપી છે.
આઈપીસીની કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવી છે. આ સાથે, 7 સંજોગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવે છે. કલમ 375 હેઠળ, જો કોઈ મહિલા સાથે બળજબરીથી, તેની સંમતિ વિના, તેની મરજી વિના, તેને ધમકી આપીને, લગ્નના બહાને અથવા તેને નશો આપીને શારીરિક સંબંધ બાંધવામાં આવે તો તેને બળાત્કાર ગણવામાં આવે છે.
સાથે જ કલમ 376માં બળાત્કાર માટે સજાની જોગવાઈ છે. બળાત્કારના કેસમાં દોષિત ઠરે તો ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આને આજીવન કેદ સુધી લંબાવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya: પાકિસ્તાનથી આવેલો પોશાક રામલલ્લાને કરાશે સમર્પિત …સિંધીઓએ મોકલ્યો પોશાક.. જાણો વિગતે અહીં…