ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં શરૂ થયું ત્યારથી ઘણા લોકોએ તેની સારવાર માટે જાતજાતના ઘરગથ્થુ ઉપાયો સૂચવ્યા હતા. હાલમાં જ એક વિચિત્ર ઉપાયનો ઉપયોગ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરાઈ હતી. જેમાં કોરોના વાયરસ સામે ઉપાય તરીકે લાલ કીડીની ચટણીનો ઉપયોગ કરવાનો આદેશ આપવાની માગણી હતી. આ યાચિકાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ઓડિશાના આદિવાસી સમાજના સદસ્ય નયધર પધિયાલે યાચિકામાં જણાવ્યું હતું કે ઓડિશા અને છત્તીસગઢ સહિત દેશના આદિવાસીઓ શરદી, તાવ અને શ્વાસની સમસ્યા કે અન્ય બીમારીઓમાં લાલ કીડી અને લીલા મરચાની ચટણી બનાવીને દવા તરીકે વાપરે છે. લાલ કીડીની ચટણી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેમાં ફોર્મિક ઍસિડ, પ્રોટીન કૅલ્શિયમ, વિટામિન, બી૧૨ અને ઝિંક હોય છે, એટલે કોરોનાની સારવાર માટે તેની અસરને પારખવાની જરૂર છે.
ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી થઈ. આ નવા અસ્ત્રનું સફળ આરોહણ.
સુપ્રીમ કોર્ટે આ યાચિકાને રદ કરતાં કહ્યું હતું કે તે કોરોનાની સારવાર માટે ઘરગથ્થુ ઉપાયના ઉપયોગનો આદેશ ન આપી શકે. પારંપારિક ચિકિત્સા બધાં ઘરોમાં થતી હોય છે. એના પરિણામ માટે આપણે પોતે જવાબદાર હોઈ શકીએ, પરંતુ આખા દેશમાં આ પારંપારિક ચિકિત્સા લાગુ કરવાનું ન કહી શકીએ.
ઓડિશા હાઈ કોર્ટમાં યાચિકા કરનારની યાચિકા રદ કરાઈ હતી અને પધિયાલના વકીલે નિર્ણયને પડકાર્યો હતો. સમસ્યા ત્યારે ઊભી થઈ હતી જ્યારે હાઈ કોર્ટે આયુષ મંત્રાલયના મહાનિદેશક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદને ત્રણ મહિનાની અંદર લાલ કીડીની ચટણીને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવાનું કહ્યું હતું.
આ વર્ષે પણ ગણેશોત્સવમાં મુંબઈમાં ફૂલ વેચનારાઓનાં ખિસ્સાં ખાલી રહી જશે; જાણો વિગત