Site icon

Supreme Court : ઈલેક્ટોરલ બોન્ડ કાયદેસર કે ગેરકાયદે, આજે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વનો નિર્ણય.. જાણો શું છે આ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ..

Supreme Court: ચૂંટણી બોન્ડની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ત્રણ દિવસ સુધી આ કેસની સુનાવણી કર્યા બાદ 2 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Supreme Court Electoral bond legal or illegal, Supreme Court will give an important decision today.

Supreme Court Electoral bond legal or illegal, Supreme Court will give an important decision today.

News Continuous Bureau | Mumbai 

Supreme Court: ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થવાની છે. તેની માન્યતાને પડકારતી અરજીઓ પર કોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ( DY Chandrachud ) આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સરકાર દ્વારા 2 જાન્યુઆરી 2018ના રોજ આ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડ ( electoral bonds ) જારી થયાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જેના પર આજે સુપ્રીમ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપવા જઈ રહી છે. ત્યારે જાણો શું છે આ ઈલેકટોરલ બોન્ડ.. 

Join Our WhatsApp Community

ઈલેક્ટોરલ બોન્ડની વાત કરીએ તો, કેન્દ્ર સરકાર ( Central Govt ) દ્વારા ચૂંટણીમાં ( election ) રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા દાનની વિગતો રાખવા માટે બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દાનની પારદર્શિતા માટે ચૂંટણી બોન્ડ લાવવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ હેઠળ દરેક રાજકીય પક્ષને આપવામાં આવેલા દરેક પૈસાનો હિસાબ કરવામાં આવશે.

 શું છે આ ઈલેકટોરલ બોન્ડસ..

ઈલેક્ટોરલ બોન્ડ જેને અંગ્રેજીમાં ‘ ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ ‘ ( Electoral Bonds Scheme ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાંથી લોકો માટે ઉપલબ્ધ છે. તમને આ નવી દિલ્હી, ગાંધીનગર, ચંદીગઢ, બેંગલુરુ, હૈદરાબાદ, ભુવનેશ્વર, ભોપાલ, મુંબઈ, જયપુર, લખનૌ, ચેન્નાઈ, કોલકાતા અને ગુવાહાટી સહિતના ઘણા શહેરોમાં મળશે.

આ સમાચાર પણ વાંચો :  Farmers Protest 2.0: દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોનું આંદોલન! ત્યારે સરકાર કઈ માંગણીઓ પર તૈયાર છે અને કઈ મુદ્દે ઉભો થયો છે આ સંઘર્ષ?

જો તમારા મનમાં પ્રશ્ન આવી રહ્યો હોય કે શું હું પણ તેને ખરીદી શકું…તો જવાબ છે હા…કોઈપણ આ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. ભારતનો કોઈપણ નાગરિક, કંપની અથવા સંસ્થા ચૂંટણી દાન માટે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ એક હજાર, દસ હજાર, એક લાખ અને એક કરોડ રૂપિયા સુધીના હોઈ શકે છે. જો તમે કોઈપણ રાજકીય પક્ષને ( political party ) દાન આપવા માંગતા હોવ તો તમે SBI પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકો છો. તમે બોન્ડ ખરીદી શકો છો અને કોઈપણ પક્ષને આપી શકો છો.

ઈલેક્ટોરલ બોન્ડની વિશેષતા એ છે કે તેમાં દાતાની ઓળખ છતી થતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ ચૂંટણી બોન્ડ ખરીદે છે, ત્યારે તેમની ઓળખ જાહેર જનતા અથવા નાણાં મેળવનાર રાજકીય પક્ષને જાહેર કરવામાં આવતી નથી. જો કે, સરકારી અને બેંક ભંડોળના સ્ત્રોતોની માન્યતા સુનિશ્ચિત કરવામાં આવે છે, અને ઓડિટીંગ હેતુઓ માટે ખરીદદારની વિગતોનો રેકોર્ડ રાખવામાં આવે છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version