ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી પોતાની જમાપુંજી ભેગી કરીને ઘર ખરીદનારાઓને રાહત થઈ છે. સરકારે રેરા કાયદાથી ધર ખરીદી કરનારાઓને સંરક્ષણ આપ્યું છે. રેરાએ આપેલા નિર્ણયને કોર્ટમા પડકારી બિલ્ડરો તેને અમલમાં મુકવાનું ટાળતા હતા. હવે જોકે સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બિલ્ડરોએ ઝૂકવું પડ્યું છે.
રેરા ઓથોરિટીએ આપેલા આદેશને પડકારતા અગાઉ બિલ્ડરને ફ્લેટ ખરીદનારને પહેલા નુકસાનની ભરપાઈ સંપૂર્ણ વ્યાજની રકમ સહિત અથવા દંડની લગભગ 30 ટકા રકમ જમા કરાવવી પડશે. રિયલ એસ્ટેટના કાયદામાં આ જોગવાઈને સુપ્રીમ કોર્ટે હાથમાં લીધી છે.
ઐતિહાસિક નિર્ણય! દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ, સુપ્રીમ કોર્ટે આ જજ માટે કરી ભલામણ
સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભને લઈને આ ચુકાદો આપ્યો છે, જેમાં ઓથોરિટીને દંડની રકમ 30 ટકાથી વધારવાની સત્તા પણ આપી છે. રેરાએ આપેલા આદેશ અમલમાં મૂકવાને બદલે બિલ્ડર અદાલતમાં તેને પડકારીને ગ્રાહકોને નુકસાની ભરપાઈ આપવાનું ટાળતા હતા. જોકે હવે કોર્ટેના ચુકાદાને પગલે બિલ્ડરોની સાન ઠેકાણે આવી ગઈ છે.