ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
સુપ્રીમ કોર્ટે આજે NEET PG કાઉન્સિંલિંગ પર મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તરત કાઉન્સિંલિંગ શરૂ કરવાની સાથે જ 27 ટકા OBC (અન્ય પછાત વર્ગ) અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગને(EWS) આરક્ષણ આપવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે 27 ટકા OBC અને 10 ટકા આર્થિક રીતે નબળા લોકોને આરક્ષણ આપવાને યોગ્ય નિર્ણય ગણાવીને કાઉન્સિલિંગ શરૂ કરવાની મંજૂરી માંગી હતી, તેની સામે જોકે અરજદારોએ નવી રિઝર્વેશન પોલિસી પર સ્ટે આપવાની માગણી કરી હતી.
લાંબા સમયથી NEET PG કાઉન્સિંલિંગ 2021નો મુદ્દો ગૂંચવાયેલો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદામાં NEETમાં OBC અને EWS ક્વોટાને લઈને આરક્ષણ આપવાની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કોરોના, આટલા જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હવે કોર્ટ વર્ક ફ્રોમ હોમ ચાલશે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રના હિતમાં NEET PG કાઉન્સિલિંગ શરૂ થવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ વર્ષે આ બેચને જ રિઝર્વેશન લાગુ પડશે. કોર્ટના આ નિર્ણય બાદ હવે કાઉન્સિલિંગ બહુ જલદી શરૂ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે હાલના માપદંડો તરીકે તમામ મેડિકલ બેઠકો માટે NEETમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠકોમાં OBC માટે 27 ટકા અને EWS માટે 10 ટકા અનામતની મંજૂરી આપી છે.