ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ચાર ધામ પરિયોજના પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ઓલ વેધર હાઈવે પ્રોજેક્ટના ભાગરૂપે રસ્તાની પહોળાઈ વધારવા માટે તેમજ ડબલ લેન હાઈવે બનાવવા માટે કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી દીધી છે.
દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ યોજનાને મંજૂરી આપી છે
સાથે જ પૂર્વ જજની અધ્યક્ષતામાં યોજના પર નજર રાખવા માટે એક નિરીક્ષણ કમિટી બનાવીને તંત્રને આ કમિટીને સહયોગ આપવા માટે આદેશ પણ આપ્યો છે.
આ નિર્ણયથી હવે ભારતની ચીન સાથે અડતી સરહદ સુધી પહોંચવું આસાન થઈ જશે અને કોઈ પણ હવામાનમાં ભારતીય સેના હથિયારો સાથે આ બોર્ડર સુધી પહોંચી શકશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આ યોજના થકી ચાર ધામ યમનોક્ષી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથને દરેક પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી આપવા માંગે છે.