News Continuous Bureau | Mumbai
Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ( Case hearing ) દરમિયાન એક વકીલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ( CJI ) DY ચંદ્રચુડ ( DY Chandrachud ) સામે કોર્ટની અરજી પર ઉગ્ર દલીલો કરી હતી. જોકે, જોરદાર દલીલબાજી બાદ CJI ચંદ્રચૂડેએ વકીલને તેની જ ભાષામાં ફટકાર લગાવી હતી અને કોર્ટને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો મામલે કડક ચેતવણી આપી છે.
બુધવારે (3 જાન્યુઆરી) એક કેસની સુનાવણી દરમિયાન વકીલ ખૂબ જ ઉંચા અવાજે ( loud voice ) દલીલો કરી રહ્યો હતો અને ધમકીભર્યા સ્વરનો ઉપયોગ કરી રહ્યો હતો. આ પછી જસ્ટિસ ચંદ્રચુડ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તુરંત વકીલને ( lawyer ) સન્માનજનક અને યોગ્ય વ્યવહાર કરવા ટોક્યો હતો. તે ઉપરાંત વકીલે જોર-શોરથી સીજેઆઈ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું, ત્યારે સીજેઆઈએ કહ્યું કે, ‘એક સેકન્ડ, પહેલા તમારો અવાજ ધીમો કરો. તમે ભારતની સર્વોચ્ચ અદાલતની પ્રથમ કોર્ટમાં દલીલ ( Supreme Court Hearing ) કરી રહ્યા છો, તમારો અવાજ ધીમો કરો, નહીં તો તમને અદાલતમાંથી બહાર કાઢી મુકીશું.’. તમને લાગે છે કે તમે તમારો અવાજ ઉઠાવીને અમને ડરાવી શકો છો.”
ચૂપ, એકદમ ચૂપ… અત્યારે આ કોર્ટ છોડો. તમે અમને ડરાવી શકતા નથી: CJI…
સીજેઆઈએ વકીલની સામાન્ય કામગીરી પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, ‘તમે કોર્ટની કાર્યપ્રણાલી માટે સામાન્ય રીતે ક્યાં જાવ છો ? શું તમે દર વખતે આ રીતે ન્યાયાધીશો ( Judges ) પર ચીસો પાડો છો ?’ દેશના મુખ્ય ન્યાયાધીશે કોર્ટરૂમમાં મર્યાદા જાળવવાના મહત્વ પર ભારપૂર્વક કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને તમે ધીમેથી બોલો. તમે એવું સમજી રહ્યા છો કે, તમે ઊંચા અવાજથી અમને ડરાવી શકો છો, તો તમે ખોટા છો. આવું 23 વર્ષમાં ક્યારે બન્યું નથી અને આવું મારી કારકિર્દીના છેલ્લા વર્ષે પણ નહીં બને.’
આ સમાચાર પણ વાંચો : Navi Mumbai : નવી મુંબઈની કેમિકલ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.. જુઓ વિડીયો
ત્યારબાદ સીજેઆઈ ચંદ્રચૂડ ગુસ્સે થઈ બોલ્યા, ‘ચૂપ, એકદમ ચૂપ… અત્યારે આ કોર્ટ છોડો. તમે અમને ડરાવી શકતા નથી.’ તેમણે કડક ચેતવણી આપ્યા બાદ વકીલે તુરંત માફી માગી હતી અને વધુ નમ્રતા સાથે પોતાની દલીલો રજુ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલી વખત નથી જ્યારે કોઈ વકીલએ આવુ કર્યું હોય, અગાઉ પણ કથિત રીતે એક વરિષ્ઠ વકીલે ઉગ્ર દલીલો કરતા સીજેઆઈ તેમના પર ગુસ્સે થયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના પહેલીવાર નથી, જ્યારે જસ્ટિસ ચંદ્રચુડે કોર્ટ રૂમની મર્યાદા ભંગ કરવા બદલ વકીલોને ઠપકો આપ્યો હોય. અન્ય એક પ્રસંગે, મુખ્ય ન્યાયાધીશે વકીલ તેમના કોર્ટરૂમમાં મોબાઇલ ફોન પર વાત કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે પૂછ્યું હતું કે શું આ બજાર છે કે તમે ફોન પર વાત કરો છો. ત્યારબાદ CJIએ તેમનો મોબાઈલ જપ્ત કર્યો હતો.