News Continuous Bureau | Mumbai
Supreme Court Medicine Price Disparity Verdict દેશમાં દવાઓ અને મેડિકલ સાધનોના વાસ્તવિક ઉત્પાદન ખર્ચ તેમજ દર્દીઓ પાસેથી વસૂલાતી મહત્તમ છૂટક કિંમત (MRP) વચ્ચેના પ્રચંડ તફાવત સામે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકાર અને ખાનગી હોસ્પિટલો સામે આકરું વલણ અપનાવ્યું છે. સુનાવણી પૂર્ણ થયા બાદ સર્વોચ્ચ અદાલતે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો અનામત (Verdict Reserved) રાખી લીધો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં સવાલ કર્યો હતો કે દવાઓ અને મેડિકલ સાધનો પર થતી આ ખુલ્લી લૂંટને તમે કયા આધારે વ્યાજબી ઠેરવી શકો છો અને આટલો મોટો નફો કોના ખિસ્સામાં જઈ રહ્યો છે.
Supreme Court Medicine Price Disparity Verdict – ૧૧ હજારનું ઈન્જેક્શન ૧.૩૦ લાખમાં વેચવાના કિસ્સા પર અદાલતની ભારે નારાજગી
સુનાવણી દરમિયાન અદાલતે એક ચિંતાજનક ઉદાહરણ ટાંકતાં જણાવ્યું હતું કે કીમોથેરાપી (Chemotherapy) માં વપરાતું એક ચોક્કસ કેન્સરનું ઈન્જેક્શન હોલસેલ ડિસ્ટ્રિબ્યુટરને માત્ર રૂ. ૧૧,૦૦૦ માં મળે છે, જ્યારે એક જાણીતી પ્રાઇવેટ હોસ્પિટલે તે જ ઈન્જેક્શન માટે દર્દીના પરિવાર પાસેથી રૂ. ૧.૩૦ લાખ વસૂલ્યા હતા. દર્દીના સગાએ જાતે બહારથી એ જ અસલ ઈન્જેક્શન લાવી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં હોસ્પિટલે તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ખંડપીઠે આક્રોશ વ્યક્ત કરતાં પૂછ્યું કે શું હોસ્પિટલો દર્દીઓ પર આવી જબરદસ્તી કરી શકે અને સામાન્ય માણસની લાચારીનો આ રીતે ગેરલાભ ઉઠાવી શકે.
Supreme Court Medicine Price Disparity Verdict – પ્રાઈસ ટુ રિટેલર અને એમઆરપી વચ્ચે અસામાન્ય અંતર સામે સવાલ
સુપ્રીમ કોર્ટે ડ્રિપ લાઇનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જે ચીજવસ્તુની પ્રાઈસ ટુ રિટેલર (PTR) માત્ર ૧૫ રૂપિયા છે, તેના પર એમઆરપી ૨૫૦ રૂપિયા છાપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલો તરફથી રજૂ થયેલા વકીલોએ હોસ્પિટલના સંચાલન ખર્ચ (Operational Cost) ની દલીલ કરતાં અદાલતે તેને ફગાવી દીધી હતી અને ટકોર કરી હતી કે વ્યવસાયિક હોસ્પિટલો દરેક સુવિધા માટે અલગ ચાર્જ લેતી હોય છે, ત્યારે દવાઓ પર ૧૦૦ થી ૪૦૦ ગણો અસામાન્ય નફો કમાઈને દર્દીઓ સાથે લૂંટ ચલાવી શકાય નહીં. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO) હોવા છતાં ૯૦ ટકા દવાઓ નિયંત્રણ બહાર કેમ છે તે મુદ્દે પણ સરકારી નીતિની ઝાટકણી કાઢવામાં આવી હતી.
Supreme Court Medicine Price Disparity Verdict – ટ્રેડ માર્જિન કેપિંગ અને દવા નીતિ પર સમગ્ર દેશની નજર
કેન્દ્ર સરકારે પોતાના બચાવમાં રજૂઆત કરી હતી કે ભારતમાં દવાઓના ભાવ વૈશ્વિક સ્તર કરતાં ઓછા છે અને સરકારે તાજેતરમાં એન્ટી-કેન્સર દવાઓ પર ૩૦ ટકા ટ્રેડ માર્જિન મર્યાદિત કર્યું છે. જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિકોની માથાદીઠ આવક ઓછી હોવાથી અહીંના પરિપ્રેક્ષ્યમાં વિચારવું અનિવાર્ય છે. ત્રણ-ત્રણ સંસદીય સમિતિઓએ ભલામણો કરી હોવા છતાં નિયમન કરવામાં સરકારે વર્ષો સુધી શા માટે વિલંબ કર્યો તે અંગે કડક પ્રશ્નો પૂછ્યા બાદ અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના સંભવિત આદેશથી દેશના લાખો દર્દીઓને મોંઘી દવાઓમાંથી મોટી રાહત મળવાની આશા જાગી છે.
👉 આ સમાચાર વાચો:
Sonia Gandhi Memoir Belonging ‘પુસ્તક આવશે ત્યારે ડ્રામા તો થશે જ, હવે મારો વારો છે’ ઓટોબાયોગ્રાફી પર બોલ્યાં સોનિયા ગાંધી
