ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
ભાજપના એક નેતા અને એડવોકેટ એ દાખલ કરેલી અરજી "વન નેશન-વન બોર્ડ" ની માંગ સુપ્રીમ કોર્ટમાં કરી હતી તેના સંદર્ભે કોર્ટ શિક્ષણ બાબતે દખલ કરવાની ના કહી સાથે જ કોર્ટે કહ્યું હતું કે અરજદારે તેમની ફરિયાદો લઈ સરકારનો સંપર્ક કરવો જોઈએ.
ન્યાયાધીશ ચંદ્રચુડે ઠપકો આપતા આ નેતાને કહ્યું કે "અમારા વિદ્યાર્થીઓ પહેલાથી જ ભારે સ્કૂલ બેગનો બોજો ઉપાડે છે. તમે વધુ પુસ્તકો ઉમેરીને તેમનો ભાર કેમ વધારવા માંગો છો.? તમે ઇચ્છો છો કે અદાલતો તમામ બોર્ડને એક બોર્ડમાં મર્જ કરે? પરંતુ આ કોર્ટનું કામ નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો, બાળકોને તેમના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવા દેતા નથી અને મૂલ્ય આધારિત સમાન શિક્ષણ આપતા નથી. સામાજિક-આર્થિક સમાનતા અને ન્યાય મેળવવા માટે, જરૂરી છે કે તમામ પ્રાથમિક શાળાઓનું સંચાલન, સ્થાનિક સંસ્થાઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે જેનો આખા દેશમાં એક સમાન અભ્યાસ હોય.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, હાલમાં દરેક શિક્ષણ બોર્ડનું પોતાનો અભ્યાસક્રમ છે અને પ્રવેશ પરીક્ષા સીબીએસઇ પર આધારિત છે. તેથી પ્રવર્તમાન સિસ્ટમ તમામ વિદ્યાર્થીઓને સમાન તકો પ્રદાન કરતી નથી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com