News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ફિલ્મ ધ કેરળ સ્ટોરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 8 મેના રોજ મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના પ્રદર્શન પર પ્રતિબંધ ફરમાવતો આદેશ જારી કર્યો હતો.
આજે ‘ધ કેરળ સ્ટોરી’ કેસની સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું કે કાયદાનો ઉપયોગ જાહેર અસહિષ્ણુતાને પ્રોત્સાહિત કરવા માટે કરી શકાતો નથી, અન્યથા તમામ ફિલ્મો સાથે સમાન પરિસ્થિતિ ઊભી થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યની ફરજ છે. દરમિયાન, ફિલ્મના નિર્માતાએ કોર્ટને જણાવ્યું હતું કે ‘ધ કેરળ સ્ટોરી’ને આપવામાં આવેલા પ્રમાણપત્ર સામે કોઈએ કોઈ વૈધાનિક અપીલ દાખલ કરી નથી.
આ સમાચાર પણ વાંચો: શા માટે OTT પર કામ નથી કરતા તારક મહેતા ના ‘જેઠાલાલ’? દિલીપ જોશી એ આપ્યો આ જવાબ
કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે તે ફિલ્મને આપવામાં આવેલા પ્રમાણપત્રને પડકારતી અરજીઓ પર નિર્ણય લેતા પહેલા ‘ધ કેરળ સ્ટોરી’ જોવા માંગે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે તમિલનાડુમાં આ ફિલ્મ પર કોઈ પ્રતિબંધ નથી. આ સમયે કોર્ટે રાજ્ય સરકારને ફિલ્મ જોનારાઓની સુરક્ષાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.