News Continuous Bureau | Mumbai
Supreme Court: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં કલમ 370 પાછી આવશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ (Supreme court) ની બેંચ પોતાનો ચુકાદો આપશે. દેશની સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકાર (Central govt) ના 2019ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય કરશે. બંધારણમાં કલમ 370 (Article 370) દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જેને મોદી સરકારે (Modi govt) બંધારણીય સુધારા સાથે હટાવી દીધો હતો.
કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
11 ડિસેમ્બરે એટલે કે આજે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચ ચુકાદો સંભળાવશે. CJI સિવાય આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને સૂર્યકાન્ત છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સતત 16 દિવસ સુધી તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Hair fall: જો વાળ ખરતા અટકતા નથી તો આમળાને આ રીતે ખાઓ, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ..
મહત્વનું છે કે આજના નિર્ણાયક ચુકાદા પહેલા, જમ્મુ અને કાશ્મીરમાં સત્તાવાળાઓએ જમીન પર સુરક્ષા કડક કરી છે અને સોશિયલ મીડિયા પર પણ કડક નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર અફવા અને ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ યુઝર્સ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.