News Continuous Bureau | Mumbai
Supreme Court: ગઈકાલે મની લોન્ડરિંગના કેસમાં ( money laundering ) બે ધરપકડોને ( arrest ) રદ ( cancelled ) કરતી વખતે, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને ઠપકો આપતા કહ્યું કે તપાસ એજન્સીઓએ ( Investigating agencies ) બદલો લેવાની ભાવનાથી કામ ના કરવું જોઈએ, તેમણે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામ ( Gurugram ) સ્થિત રિયલ્ટી ગ્રૂપ ( Realty Group ) M3M ના ડિરેક્ટર બસંત બંસલ ( Basant Bansal ) અને પંકજ બંસલની ( Pankaj Bansal ) ધરપકડને રદ કરી હતી.
હાઈકોર્ટે બંસલની ધરપકડને પડકારતી તેમની અરજી ફગાવી દીધી…
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બંસલની ધરપકડને પડકારતી તેમની અરજી ફગાવી દીધી હતી, હાઈ કોર્ટના આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે અપલોડ કરેલા તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, EDની દરેક કાર્યવાહી પારદર્શક, ન્યાયી અને કાર્યવાહીમાં નિષ્પક્ષતાના વર્ષો જૂના ધોરણોને અનુસાર થાય એવી અપેક્ષા છે. આ કેસમાં, તથ્યો દર્શાવે છે કે તપાસ એજન્સીએ તેના કાર્યો અને તેની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કર્યો નથી.
આ સમાચાર પણ વાંચો : ED Raid: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના આવાસ પર EDની છાપેમારી, જાણો શું છે સમગ્ર મામલો.. વાંચો વિગતે અહીં..
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, ઇડીની કાર્યવાહીમાં બદલો લેવાની ભાવનાની અપેક્ષા નથી. તેમણે કહ્યું કે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આરોપીની નિષ્ફળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ માટે પૂરતું કારણ હોઈ શકે નહીં. EDએ એવું માનવા માટેનું ખાસ કારણ શોધવું જોઈએ કે આરોપી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના ગુના માટે દોષિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, સમન્સના જવાબમાં આપવામાં અસહયોગ એ કોઈની ધરપકડ કરવા માટે પૂરતું કારણ નથી.