News Continuous Bureau | Mumbai
સેનામાં ભરતીની(Army recruitment) 'અગ્નિપથ' યોજના(Agnipath Scheme) વિરુદ્ધ દેશભરમાં દાખલ અરજીઓ(Submitted applications) પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) ટ્રાન્સફર કરી દીધી છે.
એટલે કે હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે.
અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી આ આયોજનને હાલ પુરતું અટકાવવાની માંગ કરવામાં આવી હતી.
સાથે અરજીકર્તાઓએ(Applicants) એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા- મહારાષ્ટ્રના 3 સાંસદ સભ્યો એ મતદાન ન કર્યું- કુલ આઠ સાંસદો ગેરહાજર