News Continuous Bureau | Mumbai
દેશની સર્વોચ્ચ અદાલતે(Supreme Court) મની લોન્ડરિંગના(Money Laundering) વિભિન્ન કેસમાં પૂછપરછનો સામનો કરી રહેલા નેતાઓને ઝટકો આપ્યો છે. સાથે જ કોર્ટે મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના(Arrest) અધિકારને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ વિવિધ આરોપીઓ(Accused) દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગભગ ૨૫૦ જેટલી અરજીઓ દાખલ થઈ હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ઈડી અધિકારીઓ માટે મની લોન્ડરિંગના કેસમાં કોઈ અપરાધીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડા આધારને જણાવવું જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈડીની તપાસ(ED investigation), ધરપકડ અને સંપત્તિને એટેચ(Attach property ) કરવાનો અધિકાર યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે તપાસ દરમિયાન ઈડી, SFIO, DRI ના અધિકારીઓ (પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાયેલા નિવેદનો પણ કાયદેસર પુરાવા છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આરોપીને ઈઝ્રૈંઇ (ફરિયાદની કોપી) આપવી પણ જરૂરી નથી. આરોપીને જણાવી દેવામાં આવે કે તેને કા આરોપ હેઠળ ધરપકડ કરાઈ રહ્યા છે તે જણાવવું પૂરતું છે.
આ સમાચાર પણ વાંચો : ભારતનો પાસપોર્ટ મજબૂત- 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે
કાર્તિ ચિદમ્બરમ(Karti Chidambaram), અનિલ દેશમુખની(Anil deshmukh) અરજી સહિત કુલ ૨૪૨ અરજીઓ પર આ ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું કે ECIR હેઠળ ધરપકડનો ઈડીનો હક યથાવત રહેશે. ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિ કુમારની સ્પેશિયલ બેન્ચે આ ચુકાદો આપ્યો.
જસ્ટિસ ખાનવિલકરે(Justice Khanwilkar) ચુકાદો આપતા કહ્યું કે સવાલ એ હતો કે કેટલાક સંશોધન કરાયા છે, તે થઈ શકે તેમ ન હતા. સંસદ(parliament) દ્વારા સંશોધન કરી શકાતા હતા કે નહીં, આ સવાલ અમે ૭ જજાેની પેનલ માટે ખુલ્લો છોડ્યો છે. કોર્ટે કહ્યું કે કલમ ૩ હેઠળ ગુનો ગેરકાયદેસર લાભ પર આધારિત છે. ૨૦૦૨ કાયદા હેઠળ અધિકારી કોઈના ઉપર ત્યાં સુધી કેસ ન ચલાવી શકે જ્યાં સુધી એવી ફરિયાદ કોઈ સક્ષમ મંચ સમક્ષ પ્રસ્તુત ન કરવામાં આવે. કલમ ૫ બંધારણીય રીતે માન્ય છે. આ એક સંતુલનકારી કાર્યપ્રદાન કરે છે અને દેખાડે છે કે અપરાધની આવકની ભાળ કેવી રીતે મેળવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડરિંગ મામલામાં કોઈ આરોપીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. કોર્ટે તમામ ટ્રાન્સફર અરજીઓને પછી સંબંધિત હાઈકોર્ટને મોકલી આપી. જે લોકોને વચગાળાની રાહત છે તે ચાર અઠવાડિયા સુધી રહેશે. જ્યાં સુધી ખાનગી પક્ષકાર કોર્ટ પાસેથી રાહત પાછી ખેંચવાની માંગણી ન કરે ત્યાં સુધી.