ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. અત્યાર સુધી અનેક પરિણીતાઓ દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. પરંતુ ભવિષ્યમાં દહેજનો દાનવ આવી પરિણીતાઓને ભરખી ન જાય તે માટે આ ચુકાદો માઇલ સ્ટોન સમાન સાબિત થશે. સાસરિયા તરફથી મકાન ખરીદવા માટે પૈસાની માંગ કરવાને પણ દેહજ ગણવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ એએસ બોપન્ના તથા જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઘરના બાંધકામ માટે પૈસાની માંગણીને દહેજ અને અપરાધ ગણાવ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે કહ્યું કે, દહેજ શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જાેઈએ, જેથી કરીને કોઈ પણ મહિલા પાસે કરેલી માંગને સામેલ કરી શકાય. પછી તે મિલકત અથવા કોઈપણ મૂલ્યવાન વસ્તુ કેમ ના હોય. નીચલી અદાલતે આ કેસમાં મૃતકના પતિ અને સસરાને, આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દહેજ માટે ઉત્પીડન હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી ઘર બનાવવા માટે મૃતક મહિલા પાસેથી પૈસાની માંગ કરી રહ્યો હતો, જે તેના પરિવારના સભ્યો આપી શક્યા ન હતા. આ અંગે મહિલાને સતત હેરાન કરવામાં આવતી હતી જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું કે, ઘરના બાંધકામ માટે પૈસાની માંગને દહેજની માંગ તરીકે ન માની શકાય. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઇકોર્ટનો આ ફેંસલો પલટતાં કહ્યું ઘરના નિર્માણ માટે પૈસાની માંગ કરવી દહેજની માંગ છે. જેને આઈપીસીની કલમ 304 બી અંતર્ગત ગુનો ગણવામાં આવે છે.
વધુ એક દહેજ ઉત્પીડન કેસમાં સાસુ-વહુની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે એક મહિલા બીજી મહિલાને બચાવતી નથી તો તે ગંભીર ગુનો છે. કોર્ટે સાસુને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. ખંડપીઠે કહ્યું કે, તે ખૂબ જ ભયાનક સ્થિતિ છે જ્યારે કોઈ મહિલા પોતાની પુત્રવધૂ પર એવી ક્રૂરતા લાવે છે કે તે આત્મહત્યાનું પગલું ભરી શકે છે.
સમાન કેસને ધ્યાનમાં લેતા ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાએ જણાવ્યું હતું કે આવી મોટી સંખ્યામાં અરજીઓ દાખલ કરવામાં આવે છે. નિયમિતપણે જ્યારે આવી પ્રક્રિયા અપનાવવાની બિલકુલ જરૂર નથી. તે ફક્ત એવા કેસોને જ લાગુ પડે છે કે જ્યાં અરજદાર ‘મુદ્દત માટે કેદ માટે પ્રતિબદ્ધ’ હોય અને જામીન રદ કરવાના સરળ આદેશો સાથે મૂંઝવણમાં ન આવે. મહિલાના લગ્નના સાત વર્ષની અંદર તેના સાસરિયાના ઘરે મૃત્યુ પામી હતી.