ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોનાં વેચાણ પર પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટે આજે ફરી એક વાર વિડીયો કોન્ફરેન્સિંગ ના માધ્યમથી સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો અંગે મોટો ચુકાદો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે. કોર્ટે કહ્યું કે, નવા ચુકાદા હેઠળ, 31 માર્ચ પછી વેચાણ થયેલા BS-4 વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને લોકડાઉન સમયગાળા બાદ 10 દિવસનો સમય દેવાનાં પહેલા આદેશને પરત લઇ લીધો છે અને સાથે આદેશ આપ્યો છે કે, 10 દિવસ દરમિયાન વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ)ને પણ ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બીએસ-4 વાહનો હજુ પણ વેચાઇ રહ્યા છે, જે કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે તે શક્તિહિન નથી અને ડીલર પર કાર્યવાહી પણ કરી શકે છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે તે આ મામલાની તપાસ કરી રહી છે. આપને નોંધનીય છે કે 1 એપ્રિલથી દેશમાં બીએસ -6 નિયમો અમલમાં આવ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com