ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુન 2020
સુપ્રીમ કોર્ટે ફરી એક વખત અનામત મુદ્દે બંધારણીય સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અનામત એ મૌલીક અધિકાર નથી. તમિલનાડુમાં ડીએમકે-સીપીઆઇ-એઆઈએડીએમકે સહિતના ઘણા પક્ષોએ નીટ હેઠળ મેડિકલ કોલેજોની બેઠકો માટે તમિળનાડુમાં 50 ટકા ઓબીસી આરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ડીએમકે વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે કોર્ટને વધુ અનામત ઉમેરવા માટે કહી રહ્યા નથી, પરંતુ ત્યાં જે છે તે અમલમાં મૂકવા માટે કહી રહ્યા છીએ. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ અનેક દલીલો રખાઈ હતી પરંતુ કોર્ટે તે માની ન હતી. જસ્ટિસ રાવે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લો અને તેને હાઇકોર્ટમાં ફાઇલ કરો. નોંધનીય છે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અંગે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે કે તે કોઈ પણ પ્રકારનો મૂળભૂત અધિકાર નથી…