News Continuous Bureau | Mumbai
Swachhata Hi Seva 2024: શ્રમ અને રોજગાર મંત્રાલય પોતાના ગૌણ/સંલગ્ન/સ્વાયત્ત સંસ્થાઓ સાથે ‘સ્વચ્છતા હી સેવા (SHS), 2024 અભિયાન’માં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે જે 17મી સપ્ટેમ્બરના રોજ ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે શરૂ થઈ હતી. આ અભિયાન 2જી ઓક્ટોબર 2024ના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી સાથે સમાપ્ત થશે.
“સ્વચ્છતા હી સેવા” ઝુંબેશના ઉદઘાટન દિવસે, શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ( Mansukh Mandaviya ) સચિવ (શ્રમ અને રોજગાર) સુશ્રી સુમિતા ડાવરા અને અન્ય અધિકારીઓ સાથે શ્રમ શક્તિ ભવન, રફી માર્ગ, નવી દિલ્હીના પરિસરમાં વૃક્ષારોપણ ( Tree Plantation ) કરીને વિશેષ અભિયાન ‘એક પેડ મા કે નામ’નો શુભારંભ કર્યો.
प्रकृति भी माता की तरह हमारा पोषण करती है। आज प्रधानसेवक @NarendraModi जी के जन्मदिवस को सेवा के रूप में मनाते हुए, ‘स्वच्छता ही सेवा कार्यक्रम 2024’ के अंतर्गत ‘एक पेड़ माँ के नाम’ लगाया।
आज के दिन को पूरा देश सेवा दिवस के रूप में मना रहा है। आइये हम सब इसमें सहभागिता करें pic.twitter.com/ahZFTw2jpR
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2024
મંત્રાલય આ સમયગાળા દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ( Cleanliness campaign ) , શ્રમદાન, સફાઈમિત્ર આરોગ્ય તપાસ શિબિર, સ્વચ્છતાને પ્રેરિત કરનારી માનવ સાંકળ વગેરેનું આયોજન કરશે. અભિયાન દરમિયાન જનભાગીદારી પર ભાર મૂકતી સ્વચ્છતા પહેલમાં જાગૃતિ અને સમુદાયની સંડોવણીને પ્રોત્સાહન આપવા માટે ચિત્રકળા, સૂત્ર, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.
HLEM Dr. @mansukhmandviya , along with Secretary (L&E) @SumitaDawra and other officials, planted trees on the occasion of PM Narendra Modi’s birthday as part of the ‘Swachhta Hi Seva’ Program 2024#LabourMinistryIndia#MoLE#SwachhtaHiSeva2024 pic.twitter.com/1gUiGrqX1U
— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) September 17, 2024
આ સમાચાર પણ વાંચો : Surat Economic Region : સુરતમાં ગ્લોબલ ગેટવે ઓફ ટ્રેડ અને સર્વિસિસનો યોજાયો સેમિનાર, દેશના જીડીપીમાં ગુજરાતનો છે આટલા ટકા હિસ્સો.
શ્રમ અને રોજગાર મંત્રાલય ( Ministry of Labor and Employment ) દેશભરમાં પોતાની કચેરીઓના વિશાળ નેટવર્ક સાથે મળીને ઓળખાયેલ સ્વચ્છતા લક્ષ્ય એકમો (CTUs) પર વિશેષ ડ્રાઇવનું આયોજન કરશે જેમાં સામાન્ય લોકોને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
