News Continuous Bureau | Mumbai
Tamil Nadu: તમિલનાડુમાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુના અરિયાલુર ( Ariyalur ) જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટરીમાં ( crackers factory ) લાગેલી આગમાં ( Fire ) ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે
તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ( Chief Minister MK Stalin ) એક નિવેદનમાં આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ ( Death ) પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારો માટે રોકડ ( Compensation ) રાહતની જાહેરાત કરી. આ ઘટના જિલ્લાના વિરાગલુર ( Viraglur ) ગામમાં એક ખાનગી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની ઘોષણા…
મુખ્યમંત્રીએ કહ્યું કે પાંચ ઘાયલ લોકોને તંજાવુર મેડિકલ કોલેજ ( Thanjavur Medical College ) અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વિશેષ તબીબી સંભાળ આપવામાં આવી છે. સ્ટાલિને કહ્યું કે તેમણે તેમના કેબિનેટ સાથીદારો એસએસ શિવશંકર અને સીવી ગણેશનને બચાવ અને રાહત પ્રવૃત્તિઓ ઝડપી બનાવવા માટે તૈનાત કર્યા છે. તેમણે દરેક મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા અને મધ્યમ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે કેટલાંક કર્મચારીઓ દુકાનમાં કામ કરી રહ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડી અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગી ત્યારે ફટાકાના ગોડાઉનમાં લગભગ 20 કર્મચારીઓ હતાં. જેમાં ચાર લોકો જીવ બચાવી બહાર નિકળવામાં સફળ રહ્યાં હતાં જ્યારે 12નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.