ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
તમિલનાડુમાં વાયુસેનાનુ એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 13 લોકોનુ નિધન થઈ ગયુ છે.
આ હેલિકોપ્ટરને વાયુસેનાના વિંગ કમાન્ડર અને બાહોશ પાયલોટ પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા અને તેમનુ પણ આ ક્રેશમાં નિધન થયુ છે.
પૃથ્વી સિંહ ચૌહાણની હેલિકોપ્ટર ઉડાવવાની કુશળતાના તો વાયુસેનાના ટોચના અધિકારીઓ પણ વખાણ કરતા હતા.
વાયુસેનાના સૌથી જાંબાઝ પાયલોટોમાં તેમની ગણના થતી હતી. તેઓ એક વર્ષની ખાસ ટ્રેનિંગ માટે આફ્રિકાના દેશ સુદાનમાં પણ તૈનાત હતા.
આ સિવાય ભારતના ડઝનબંધ એરફોર્સ સ્ટેશન પર તેમણે ફરજ બજાવી છે. એટલે જ વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન છે કે, હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયુ.
ચિતાંજનક: Omicronના ખતરા વચ્ચે વેરિયન્ટનું એક નવું રૂપ આવ્યું સામે, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું