ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
કહેવત છે કે 'ઉપર વાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ' એવો જ કિસ્સો તાજેતરમાં આફ્રિકી દેશ તાંઝાનિયા માં બન્યો છે. જ્યાં એક ખાણમાં કામ કરનાર મજૂરની કિસ્મત રાતોરાત ચમકી ઉઠી છે. મળતા સમાચાર મુજબ તાનંઝાનીયાના એક ખાણમા ખોદકામ કરતાં મજૂરને બે ઘાટા રીંગણી લીલા રંગના, મોટી સાઈઝના કીમતી પથ્થર મળ્યા છે. જેમાં એક પથ્થરનું વજન 9 કિલો છે, જ્યારે બીજા પથ્થરનું વજન પાંચ કિલો છે. આ પથ્થરો જોઈ લોકો સહિત સરકાર પણ દંગ રહી ગઇ છે. તેની પાસે મળેલા આ બે દુર્લભ પથ્થરને 'બેંક ઓફ ટાન્ઝાનિયા' યે ખરીદી લીધા છે. તેની બદલીમાં સરકાર તરફથી તેને 3.35 મિલિયન ડોલર અર્થાત અંદાજે ભારતીય રૂપિયામાં 25 કરોડ 36 લાખની રકમનો ચેક આપવામાં આવ્યો છે. આ માટે ખાસ તેમના રાષ્ટ્રપતિએ પણ ફોન કરીને આ ખાણ મજૂરને શુભેચ્છાઓ પાઠવી છે..
જ્યારે તેને પૂછ્યું કે આટલા બધા રૂપિયા નું તે શું કરશે? ત્યારે તેણે પોતાની ઈચ્છા જણાવી હતી તે આ વિશાળ રકમને લઈ વિવિધ યોજના ધરાવે છે. તે વિશે વાત કરતાં લાઇઝરે કહ્યું કે તે "પોતાના સમુદાય માટે એક શોપિંગ મોલ અને એક શાળા ખોલવા માંગે છે"….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com