News Continuous Bureau | Mumbai
Tarsem Singh : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સી NIAને ખાલિસ્તાન તરફી મોસ્ટ વોન્ટેડ તત્વ તરસેમ સંધુને અબુધાબીથી ભારત લાવી છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને આજે ભારત લાવવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડાનો ભાઈ છે, જે પંજાબના તરનતારનનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં કેનેડાથી કામ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તરસેમ સિંહ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા છે.
હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો
NIA અનુસાર, તરસેમ સંધુ મે 2022માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલા અને ડિસેમ્બર 2022માં તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર RPG હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો. NIA દ્વારા તરસેમનું નામ પાકિસ્તાન અને અન્ય દેશોમાં ડ્રગ સ્મગલરો અને ખાલિસ્તાની ઓપરેટિવ્સ સાથે કથિત રીતે નજીકના સંપર્કો હોવા બદલ અનેક ચાર્જશીટમાં આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા..
NIAના જણાવ્યા અનુસાર, તરસેમ સંધુ વિદેશમાં સ્થિત ઓપરેટિવ્સ દ્વારા ભારતમાં તેના સહયોગીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી, હથિયારોની દાણચોરી માટે યુવાનોને ઉશ્કેરવામાં સામેલ છે. તરસેમ સંધુ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી
NIAની વિનંતી પર, CBIએ 13 નવેમ્બર 2023ના રોજ ઈન્ટરપોલ જનરલ સચિવાલયમાંથી તરસેમ સંધુ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી. આરોપીના સ્થાન અને ધરપકડ માટે ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને રેડ નોટિસ મોકલવામાં આવી હતી.