Site icon

દેશની સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાની હરાજીમાં હજુ સુધી ટાટા જૂથ એક માત્ર દાવેદાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

દેશની સરકારી એરલાઇન્સ, એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ થવું નિશ્ચિત છે. કારણે કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી એરલાઇન્સને ખાનગી હાથોમાં આપવાની અટકળો ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-૧૯ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો આ સરકારી એરલાઇન એર ઇન્ડિયાને ટાટા સન્સ ખરીદી શકે છે. કારણ કે ટાટા જૂથ રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ખરીદવા માટે કતારમાં એકમાત્ર દાવેદાર છે, મીડિયા રિપોર્ટ અનુસાર માત્ર  ટાટા ગ્રુપ બોલી માટે આગળ વધી શકે છે. પરંતુ તેની સંયુક્ત સાહસ એરલાઇન સિંગાપોર એરલાઇન્સે કોવિડ-19ની ચિંતાઓના કારણે એર ઇન્ડિયાની બોલીથી જોડાવવાથી ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે બોલીની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે, અને સરકાર પણ આ તારીખ આગળ લંબાવવાની તરફેણમાં નથી. નોંધનીય છે કે એર ઈન્ડિયા કોવિડ -19 પહેલા થી જ ઘણા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કોરોના રોગચાળાને કારણે તેની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version