ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દેવામાં ડૂબેલી ઇન્ડિયન એરલાઈન્સ એટલે કે એર ઇન્ડિયાને હવે તેના નવા સુકાની મળી ગયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ટાટા સન્સે રૂ. 18 હજાર કરોડની સૌથી મોટી બોલી લગાવી માલિકી ખરીદી લીધી છે. સરકારે આજરોજ આ અંગે માહિતી આપી સત્તાવાર જાહેરાત કરી છે.
આ સોદો આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.
એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય કર્યો છે.
આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણા મહત્વના પ્રધાનો અને અધિકારીઓ સામેલ છે.
