તવાંગ સેક્ટરમાં ભારતીય સેના અને ચીની પીએલએ વચ્ચેની અથડામણ બાદ અરુણાચલ પૂર્વના ભાજપના સાંસદ તાપીર ગાઓનું નિવેદન સામે આવ્યું છે. તાપીરે કહ્યું, “… મેં સાંભળ્યું છે કે કેટલાક ભારતીય સૈનિકો ઘાયલ થયા છે પરંતુ ચીની PLAમાં ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે… ભારતીય સૈનિકો સરહદ પરથી એક ઇંચ પણ પીછેહઠ કરશે નહીં… આ ઘટના નિંદનીય છે.”
તવાંગમાં શું ઘટના બની
ભારતીય સૈનિકો અને ચીની PLA વચ્ચે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં LAC નજીક એક જગ્યાએ અથડામણ થઈ હતી. આ અથડામણમાં, બંને બાજુના કેટલાક સૈનિકો મામૂલી રીતે ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં LAC પાસે PLAના સૈનિકો સાથે અથડામણ થઈ. આપણા સૈનિકોએ નિશ્ચિતપણે ચીની સૈનિકોનો સામનો કર્યો. અથડામણમાં બંને બાજુના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ થઈ.’
ભારતીય સેનાએ વધુમાં કહ્યું કે, ‘બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી પાછા હટી ગયા. ત્યારપછી આપણા કમાન્ડરે સ્થાપિત મિકેનિઝમ્સ અનુસાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ચીનના સમકક્ષ સાથે ‘ફ્લેગ મીટિંગ’ કરી.’
આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.
સેનાના નિવેદનમાં અથડામણમાં સામેલ સૈનિકોની સંખ્યા અને ઘટનામાં ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તવાંગ સેક્ટરમાં LAC પરના વિસ્તારોને લઈને બંને પક્ષોની ‘અલગ-અલગ ધારણા’ છે. સેનાએ કહ્યું, ‘અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં એલએસીને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં બંને પક્ષો પેટ્રોલિંગ કરે છે. આ સિલસિલો 2006થી ચાલુ છે.