News Continuous Bureau | Mumbai
Telangana Assembly Election 2023: દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનું ( election ) રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ત્યારે હવે બધા જ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. ચૂંટણી પ્રચારથી માંડીને કાર્યકર્તાઓને ખૂશ રાખવા માટે તેમની માટે પાર્ટીનું આયોજન અને પૈસાની લ્હાણી સુધી અનેક વાતોનું આયોજન થતું હોવાની વિગતો ધીરે ધીરે સામે આવી રહી છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મીઝોરમ આ પાંચ રાજ્યમાં ( Telangana poll 2023 ) વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેલંગણામાં ( Telangana ) સૌથી વધુ 119 વિધાનસભા બેઠકો માટે 30મી નવેમ્બરના રોજ મતદાન થનાર છે. અહીં સ્થાનીર પક્ષોએ ( Local parties ) તો જોર લગાવ્યો જ છે. સાથે સાથે કોંગ્રેસ અને ભાજપ પણ મેદાનમાં ઉતરીને તડામાર તૈયારી કરી રહી છે. દરમીયાન પોલીસે દારુ, સોનું અને 45 કરોડની રોકડ રકમ ( Seized ) જપ્ત કરી છે.
તેલંગણામાં 30મી નવેમ્બરના રોજ મતદાન થનાર છે…
તેલંગાણાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લગાવવામાં આવી છે. તેથી નિયમોના પાલન માટે પ્રશાસન પણ સજ્જ છે. ઉપરાંત ચૂંટણીમાં ગેરરીતી ન થાય તે માટે પોલીસ પણ કાર્યરત થઇ ગઇ છે. આચારસંહિતા લાગૂ થઇ છે ત્યારથી આજ સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં આજ સુધી 45 કરોડ રોકડા, સોનું અને દારુ પકડવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : B R Ambedkar Statue In America: અમેરિકામાં ગુંજ્યાં જય ભીમના નારા, ભારત બહાર ડૉ.આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ.. જુઓ વિડીયો..વાંચો વિગતે અહીં..
ચૂંટણી પંચના ( Election Commission ) અિધિકારીએ આપેલી જાણકારી મુજબ 48.32 કરોડ રોકડા, 37.4 કિલો સોનુ અને 365 કિલો ચાંદી પોલીસે જપ્ત કરી છે. ઉપરાંત 42.203 કરોડના હિરા પણ જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી નિર્ણય અધિકારીએ રાજ્ય અને આંતરરાજ્ય સીમા પર 4.72 કરોડ રુપિયાની 1,33,832 લીટર દારુ, 2,48 કરોડનો 900 કિલો ગાંજો, 627 સાડી, 43,700 કિલો ચોખા, 80 સિલાઇ મશીન, 87 કુકર અને બે કાર જપ્ત કરી છે. દક્ષિણ ભારતમાં ચૂંટણી સમયે દારુ, સિલાઇ મશીન, સાડી અને કૂકર સહિતની ઘરવપરાશની વસ્તુંઓ વહેંચવાનું સામાન્ય બની ગયું છે. તેથી જ ચૂંટણી પંચનું આવી ઘટનાઓ પર સતત ધ્યાન હોય છે.