News Continuous Bureau | Mumbai
Telangana: તેલંગાણાના ગૃહપ્રધાન ( Telangana Home Minister ) મોહમ્મદ મહેમૂદ અલીનો ( Mohammad Mahmood Ali ) એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ ( Viral Video ) થઇ રહ્યો છે. આ વિડીયોમાં મોહમ્મદ અલી તેમના સુરક્ષા રક્ષકને ( security guard ) લાફો ( Slapping ) મારતા દેખાઇ રહ્યાં છે. મોહમ્મદ અલી તેલંગાણાના પશુ પાલન પ્રધાન ( Telangana Animal Husbandry Minister ) શ્રીનિવાસ યાદવના ( Srinivas Yadav ) જન્મ દિવસના કાર્યક્રમમાં ગયા હતાં. આ કાર્યક્રમ દરમીયાન તેમણે એક નજીવા કરાણસર તેમના સુરક્ષા રક્ષકને લાફો માર્યો હતો.
આ વાઇરલ વિડીયોમાં દેખાઇ રહ્યું છે કે, ગૃહ પ્રધાન મોહમ્મદ અલી શ્રિનિવાસ યાદવને ભેટીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. પછી બુકે આપવા માટે તેઓ તેમના સુરક્ષા રક્ષક તરફ ફર્યા અને હાથથી તેને ઇશારો પણ કર્યો. એટલામાં જ સુરક્ષા રક્ષક તેમની નજીક આવ્યો અને તેના હાથમાં બુકે ન દેખાતા મોહમ્મદ અલીને ગુસ્સો આવ્યો અને તેમણે સુરક્ષા રક્ષકને બધાની સામે જ લાફો મારી દીધો હતો.
BRS నాయకుడికి ఉండాల్సిన మొట్ట మొదటి లక్షణం ‘అహంకారం‘..
మంత్రి బర్త్ డేల పూల గుత్తి జల్దీ ఇయ్యలేదని గన్ మ్యాన్ ని చెంప మీద కొట్టిన మహమూద్ అలీ.. అదే, మన రాష్ట్ర హోమ్ మంత్రి అనుకుంట !
I strongly condemn the reported incident of Telangana’s Home Minister @mahmoodalibrs slapping a… pic.twitter.com/8tulQCcx6P
— Arvind Dharmapuri (@Arvindharmapuri) October 6, 2023
આ સમાચાર પણ વાંચો : Canada: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પ્લેન ક્રેશ, બે ભારતીય પાયલોટ સહિત આટલાના મોત.. જાણો હાલ કેવી છે સ્થિતિ.. વાંચો વિગતે અહીં….
શું છે મામલો..
એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આ વિડીયો 6 ઓક્ટોબરનો છે. તેલંગણાના પશુ પાલન પ્રધાન શ્રીનિવાસ યાદવના જન્મ દિવસ નિમિત્તે મોહમ્મદ અલી તેમને શુભકામનાઓ આપવા ગયા હતાં. જ્યાં સુરક્ષા રક્ષકે બુકે આપવામાં મોડુ કરતાં ગુસ્સે થયેલ મોહમ્મદ અલીએ પોતાના જ સુરક્ષા રક્ષકને લાફો મારી દીધો હતો. શ્રીનિવાસે તેમને શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
દરમીયાન આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેના પર નેટ યુઝર્સે ખૂબ ટીકા પણ કરી છે. લોકોએ તેલંગણાના ગૃહ પ્રધાન સામે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.