News Continuous Bureau | Mumbai
Telecom Bill: એક તરફ દિલ્હીમાં સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદની બહાર હંગામો મચાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મોદી સરકાર એક પછી એક નવા કાયદા લાવી રહી છે. સંસદમાં ચાલી રહેલી ધાંધલ ધમાલ વચ્ચે કેન્દ્ર સરકારે ( Central Govt ) એક નવું બિલ રજૂ કર્યું છે. આ નવા બિલ ( New bill ) મુજબ કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર માર્કેટિંગ કોલ ( Marketing call ) અથવા સોશિયલ મીડિયા કે ડિજિટલ વ્યવહાર ( Digital transactions ) નહીં કરી શકે. એટલે કે પોતાની જાતને ડીએનડીમાં ( DND ) રજીસ્ટર કર્યા પછી જો કોઈ વ્યક્તિ તેની અવગણના કરીને માર્કેટિંગ કોલ કરે તો તે વ્યક્તિ અને તેની કંપનીને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અગાઉ આ દંડ 25000 રૂપિયા સુધીનો હતો તેમ જ તેમાં ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ સામેલ નહોતા.
આ સમાચાર પણ વાંચો : Savitri Jindal: ના…ના… નીતા અંબાણી કે ઇન્દ્રા નૂયી નહીં પણ આ મહિલા છે ભારતની સૌથી ધનિક મહિલા. અંબાણી અને અદાણી ને પણ આંટી ગયા..
નવા કાયદા મુજબ આગામી સમયમાં દેશમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાઓ ( Satellite Internet Services ) પણ સક્રિય બની શકશે. ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં વગર કારણે નકામા કોલ કરીને લોકોને ત્રાસ આપનાર અને કોલ સેન્ટર કાર્યરત છે. જેને કારણે સામાન્ય લોકો ત્રસ્ત છે અને અનેક પ્રકારના ફ્રોડનો શિકાર પણ બને છે.