News Continuous Bureau | Mumbai
Telephonic conversation : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ ક્રાઉન પ્રિન્સ ( Crown prince ) અને સાઉદી અરેબિયા ( Saudi Arabia ) ના પ્રધાનમંત્રી, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
નેતાઓએ સપ્ટેમ્બર 2023માં ક્રાઉન પ્રિન્સની ભારત ( India ) ની રાજ્ય મુલાકાતના અનુવર્તી દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ ભવિષ્ય માટે આગળ દેખાતા દ્વિપક્ષીય ભાગીદારીના એજન્ડાની પણ ચર્ચા કરી.
નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર વિચારોની આપ-લે કરી. તેઓએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat: સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ.૩૧૦ કરોડના ખર્ચે નવા હોસ્પિટલ (ED-1) બ્લોક તથા નવો એજ્યુકેશન (ED-2) બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ.
પ્રધાનમંત્રીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને અસરગ્રસ્ત વસ્તી માટે માનવતાવાદી સહાય ચાલુ રાખવા હાકલ કરી. બંને નેતાઓ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. તેઓએ દરિયાઈ સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાને એક્સ્પો 2030 અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2034 માટે યજમાન તરીકે પસંદ થવા પર શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.