ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧લી મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી હતી
ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે.
શુક્રવાર સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને તેથી શનિવારથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.
એક દિવસ આરામ કર્યા બાદ મુંબઇ શહેરમાં ફરી કોરોના ના કેસ વધ્યા. જાણો નવા આંકડા.
