News Continuous Bureau | Mumbai
Terrorist Attack : જમ્મુ-કાશ્મીરમાં ( Jammu and Kashmir ) ફરી એકવાર આતંકીઓએ પોતાનું માથું ઉંચકવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ સુરક્ષા દળોની સતત સર્તકતા અને પ્રહાર સમક્ષ આંતકીઓ હાર માની લેવી પડે છે. ભારતીય સેનાએ ( Indian Army ) હવે કથુઆટી હીરાનગર સેક્ટરની નાકાબંધી કરી દીધી છે. આતંકવાદીઓ ગામમાં ઘૂસ્યા હોવાની બાતમી મળતાં જ, તેના આધારે કામગીરી કરતા તરત જ સેના ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ બંને તરફથી ગોળીબાર થયો હતો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. આ ગોળીબારમાં નાગરિકને પણ ગોળી વાગી હતી. આ દરમિયાન, ડોંડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આતંકીઓ સક્રિય જોવા મળ્યા હતા. સુરક્ષા દળોએ તરત જ ત્યાં આતંકીઓ પર હુમલો કર્યો હતો.
ડોંડા ( Doda ) જિલ્લામાં ફરી આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી છેલ્લા 48 કલાકમાં 3 હુમલા થયા હતા. આતંકવાદીઓએ ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ, નાગરિકો અને પ્રવાસીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ડોડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ સુરક્ષા દળો સાથે આતંકવાદીઓની ( Terrorists ) અથડામણ થઈ હતી. આ અથડામણમાં 6 જવાનો ઘાયલ થયા હતા. રાષ્ટ્રીય રાઈફલ યુનિટના 5 અને SPOનો એક જવાન આ અથડામણમાં ઘાયલ થયા હતા. પરંતુ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ભગાડવા માટે મજબુતાઈથી અથડામણ કર્યું હતું.
Terrorist Attack : પાકિસ્તાની આતંકવાદીઓએ અહીં ઘૂસણખોરી કરી હતી…
હાલ આશંકા છે કે, પાકિસ્તાની આતંકવાદીઓએ અહીં ઘૂસણખોરી કરી હતી.જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ( Kathua ) કેટલાક આતંકવાદીઓ પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસી ગયા અને ફાયરિંગ ( firing ) શરૂ કર્યું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. આ પછી સેનાએ સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો. પરંતુ હવે વધુ બે આતંકવાદીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Mirzapur 3 teaser out: ઘાયલ સિંહ બનીને પાછો ફર્યો કાલીન ભૈયા, મિર્ઝાપુર 3 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, આ તારીખે પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે ગુડ્ડુ ભૈયા ની સિરીઝ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રિયાસીના ભક્તોની યાત્રા બસ પર તાજેતરમાં હુમલો થયો હતો. આ હુમલો 9 જૂને આતંકીઓએ કર્યો હતો. તેમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ તમામ મામલા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોની 11 ટીમો બનાવવામાં આવી છે, હાલ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે. આમાં સામેલ આતંકીઓમાંથી એકનું ડ્રોઈંગ, સ્કેચ હાલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પર આધારિત છે. પોલીસે આ આતંકવાદીની માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે…