News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળને મોટી સફળતા મળી છે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષા દળોની આતંકીઓ સાથેની અથડામણમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરક્ષા દળ દ્વારા 1 આતંકવાદીને જીવતો પકડી લેવામાં સફળતા મળી છે.
કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળ દ્વારા પુલવામા ગ્રામ્ય વિસ્તારમાં અને હંદવાડામાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ગાંદરબળમાં ઠાર થયેલો આતંકી લશ્કર-એ-તૌયબાનો હોવાની માહિતી છે, અને હંદવાડામાં પણ લશ્કરનો એક આતંકી ઠાર થયો છે.
પુલવામામાં જૈશના 2 આતંકીઓને સેનાના જવાનોએ સ્પેશયલ ઓપરેશનમાં ઠાર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
