News Continuous Bureau | Mumbai
Annual Survey of Industries Conference: ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) 1950થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરી રહી છે. વાર્ષિક સર્વેક્ષણ ઑફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) એ ભારતમાં ઔદ્યોગિક આંકડાઓનો મુખ્ય સ્ત્રોત છે. કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ (COS) એક્ટ, 2008ની વૈધાનિક જોગવાઈઓ અને 2011માં તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે.
કોન્ફરન્સનો ( Annual Survey of Industries ) ઉદ્દેશ ઔદ્યોગિક એકમો/ઉદ્યોગ સાહસિકોમાં ASI 2023-2024 શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવામાં જાગૃતિ લાવવાનો છે. નાણાકીય વર્ષ 2023-2024 માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ફેક્ટરીઓના પ્રતિનિધિઓ ASI રિટર્ન 2023-2024 સમયસર ભરવા માટે હાજર રહી શકે છે. આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આંકડાકીય હેતુઓ માટે થાય છે; ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઔદ્યોગિક ક્ષેત્રના યોગદાનનો અંદાજ કાઢવો અને ઔદ્યોગિક વિકાસ ( Industrial Growth ) માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા માટે પણ ઉપયોગી છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Sugarcane Farmers: ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક વિકાસમાં વધારો, ખાંડ સહકારી મંડળીઓ થકી તેમને ચૂકવાઈ અધધ કરોડથી વધુની રકમ.
NSO, MOSPIની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીના DDG ડૉ. નિયતિ જોશી, ગુજરાત સરકારના જામનગર જિલ્લાના સ્ટેટિક્સ ઓફિસર શ્રીમતી બિનલ સુથાર અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, દરેડના પ્રતિનિધિઓ, પ્રમુખ શ્રી દિનેશભાઈ એમ. ડાંગરીયા અને જામનગરના પ્રમુખ શ્રી લાખાભાઈ કેસરવાણીની સાથે 21 નવેમ્બર 2024ના રોજ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ઓફિસ, શંકર ટેકરી ખાતે સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત એનએસઓ (એફઓડી)ના વરિષ્ઠ સ્ટેટિક્સ ઓફિસર, શ્રી એ કે એસ રાઠોડ, શ્રી શૈલેષ કુમાર, શ્રી મૃત્યુંજય કુમાર અને અન્ય અધિકારીઓ કોન્ફરન્સમાં ( Annual Survey of Industries Conference ) ભાગ લઈ રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.