Disability Awards : વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગજનો પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે

Disability Awards : રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક યોજનામાં દિવ્યાંગોને રોજગાર આપનારા નોકરીદાતાઓ, મદદરૂપ થનાર પ્લેસમેન્ટ ઓફિસરો અથવા સ્વરોજગાર/નોકરી કરતા દિવ્યાગ વ્યક્તિઓએ નિયમ નમુનામાં ફોર્મ ભરીને અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટો સહિત બીડાણમાં સામેલ કરવા સાથે ત્રણ નકલમાં છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી શકાશે.

The application can be made till 30th to get the National and State Level Disability Awards for the year 2023.

The application can be made till 30th to get the National and State Level Disability Awards for the year 2023.

News Continuous Bureau | Mumbai 

Disability Awards :  રાજ્ય સરકારની(State Govt) રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના હેઠળ શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર(self employed) કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓનું સશક્તિકરણની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને(Placement Officers) પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક યોજનામાં દિવ્યાંગોને રોજગાર આપનારા નોકરીદાતાઓ, મદદરૂપ થનાર પ્લેસમેન્ટ ઓફિસરો અથવા સ્વરોજગાર/નોકરી કરતા દિવ્યાગ વ્યક્તિઓએ નિયમ નમુનામાં ફોર્મ ભરીને અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટો સહિત બીડાણમાં સામેલ કરવા સાથે ત્રણ નકલમાં છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી શકાશે. અધુરી વિગતવાળી નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહિ.
આ ઉપરાંત જરૂરી ફોર્મ વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા આ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત ખાતેથી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરીનો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Telangana Elections: કોંગ્રેસે તેલંગણા ચુંટણીમાં આ ભારતીય ક્રિકેટરને આપી ટિકિટ.. બીજી યાદીમાં 45 ઉમેદવારો કર્યા જાહેર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version