239
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
26 નવેમ્બર 2020
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અવરજવર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન વંદેભારત મિશન અંતર્ગત જતી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં.
You Might Be Interested In
