ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્ક્રેપેજ પોલિસી અંગે બીજી જાહેરાત કરી છે. જાહેરાત એમ છે કે નવી રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી હેઠળ, જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી ખરીદેલા નવા વાહનો પર 25 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે વાહન સ્ક્રેપિંગ પોલિસીમાં, વાહન માલિકોને જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ છૂટ પરિવહન વાહનો માટે આઠ વર્ષ અને બિન પરિવહન વાહનો માટે 15 વર્ષ સુધી આપવામાં આવશે. બીજી બાજુ, ખાનગી વાહનો માટે 25 ટકા અને વ્યાપારી વાહનો માટે 15 ટકા સુધી રોડ ટેક્સમાં મુક્તિ આપવામાં આવશે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે આ નવા નિયમોને ‛24 મું સંશોધન’ નિયમ કહી શકાય અને આ નિયમો 1 એપ્રિલ, 2022 થી લાગુ કરવામાં આવશે.
ક્યાં છુમંતર થઈ ગયા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર? CIDએ કર્યો આ ખુલાસો ; જાણો વિગત.
નોટિફિકેશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમમાં પરિવહન વાહનોને આઠ વર્ષ પછી અને બિન પરિવહન વાહનોને 15 વર્ષ પછી છૂટ આપવામાં આવશે નહીં. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર ટૂંક સમયમાં રાજ્ય સરકારોને નવી સ્ક્રેપેજ પોલિસી હેઠળ જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ ખરીદેલા વાહનો માટે રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવા માટે કહેશે.