ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓક્ટોબર, 2021
રવિવાર
આસામના સિપાઝારમાં ગયા મહિને અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. આમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આની પાછળ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો હાથ જણાવ્યો હતો.
આ ઘટના બાદ હાલમાં જ હિમંત બિસ્વા સરમાએ વોટ બેંકની રાજનીતિ માટે કંઈ પણ કરનારા રાજકારણીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મિયાંનો મત નથી ઈચ્છતી. પૂર્વ બંગાળના મુસ્લિમોને આસામમાં મિયાં કહેવામાં આવે છે.
સીએમ સરમાએ કહ્યું કે ભાજપને આસામમાં બંગાળી મૂળના મુસ્લિમોના મતોની જરૂર નથી. મારે મિયાં મુસ્લિમનો મત નથી જોઈતો. અમે સંવાદિતામાં જીવીએ છીએ. હું તેમની પાસે મત માગવા નથી જતો અને તેઓ પણ મારી પાસે આવતા નથી.
વધુમાં હિમંત સરમાએ કહ્યું હતું કે આસામના ઘણા લોકો માને છે કે ઇમિગ્રન્ટ મુસલમાનોને કારણે આસમે પોતાની ઓળખ અને જમીન ગુમાવી છે. અગાઉ આસામમાં સમુદાય આધારિત રાજકારણ નહોતું. આસામમાં અતિક્રમણ થઈ રહ્યું છે કારણ કે અહીં સ્થળાંતરિત મુસ્લિમોની સંખ્યા વધી રહી હતી. રાજ્યના લોકો વિચારે છે કે આ બધું આઝાદી પહેલાં શરૂ થયું હતું. હું ઇતિહાસના આ ભાર સાથે જીવી રહ્યો છું. રાજ્યમાં ગેરકાયદે કબજો દૂર કરવાની ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે.