News Continuous Bureau | Mumbai
Farmer Welfare: ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ ( Narendra Modi ) પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે.
ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમારી સરકાર કિસાન કલ્યાણ ( PM-Kisan Samman Nidhi ) માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો ( Farmers ) અને કૃષિ ક્ષેત્ર ( Agricultural sector ) માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.”
આ સમાચાર પણ વાંચો : Silver Rate Hike: દેશમાં ચાંદીએ સારા વતળરના મામલે સોનાને પણ પાછળ મૂક્યુ, આ રીતે બની રોકાણકારોની પહેલી પસંદગી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.