Site icon

Economic Growth: આર્થિક વિકાસ દર વિશે સામે આવી પહેલી આગાહી, જાણો ભારતમાં આગામી 3 વર્ષ સુધી કેવી રહેશે અર્થતંત્રની સ્થિતિ

economic growth: ગયા વર્ષે ભારતના અર્થતંત્રની વૃદ્ધિની ગતિ 7.2 ટકા નોંધાઈ હતી. પરંતુ આગામી ત્રણ વર્ષ સુધી આ ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે. જોકે, સ્થાનિક વપરાશમાં તેજીને કારણે નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો આર્થિક વિકાસ સરેરાશ 6.7 ટકા રહેવાની ધારણા છે. 

economic growth: આર્થિક વિકાસ દર વિશે સામે આવી પહેલી આગાહી, જાણો ભારતમાં આગામી 3 વર્ષ સુધી કેવી રહેશે અર્થતંત્રની સ્થિતિ

economic growth: આર્થિક વિકાસ દર વિશે સામે આવી પહેલી આગાહી, જાણો ભારતમાં આગામી 3 વર્ષ સુધી કેવી રહેશે અર્થતંત્રની સ્થિતિ

News Continuous Bureau | Mumbai
વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય અર્થતંત્ર ભલે વિશ્વના અન્ય દેશોમાં ચમકતા સિતારા તરીકે ઉભરી આવ્યું હોય, પરંતુ આગામી 3 વર્ષ દેશ માટે પડકારજનક બની શકે છે. ગયા વર્ષે ભારતના અર્થતંત્રની વૃદ્ધિની ગતિ 7.2 ટકા નોંધાઈ હતી. પરંતુ આગામી ત્રણ વર્ષ સુધી આ ગતિ જાળવી રાખવી મુશ્કેલ છે. જોકે, સ્થાનિક વપરાશમાં તેજીને કારણે નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો આર્થિક વિકાસ સરેરાશ 6.7 ટકા રહેવાની ધારણા છે. 

પડકારજનક રહેશે આગામી ત્રણ વર્ષ 

S&P ગ્લોબલ રેટિંગ્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રી (એશિયા-પેસિફિક) વિશ્રુત રાણાએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 6 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. જે ગત નાણાકીય વર્ષ 2022-23ના 7.2 ટકાના વિકાસ દર કરતા ઓછો છે. એક વેબિનારમાં રાણાએ કહ્યું, “અમે વ્યવસાયના દૃષ્ટિકોણથી કેટલાક પડકારો જોઈ રહ્યા છીએ, જે પ્રવૃત્તિઓને અસર કરી રહી છે. વર્તમાન વર્ષમાં વૃદ્ધિને અસર કરતું આ પણ એક પરિબળ છે.”

વૈશ્વિક મંદી ભારતને અસર કરશે

છેલ્લા નાણાકીય વર્ષમાં 7.2 ટકાથી ચાલુ વર્ષમાં વૃદ્ધિ દરને નીચો લાવવાના પરિબળો નબળા આંતરરાષ્ટ્રીય બજાર, દબાયેલી માંગમાં તેજી પછી એમાં આવી રહેલી નરમાઈ અને ખાનગી ક્ષેત્રમાં વપરાશમાં ઘટાડો આવવો છે. તેમણે કહ્યું કે નાણાકીય નીતિ હેઠળ પોલિસી રેટમાં વધારાથી ગ્રાહકોની માંગ પર થોડી અસર થવાની ધારણા છે. રાણાએ કહ્યું, “અમારો અંદાજ છે કે નાણાકીય વર્ષ 26-27 સુધી આર્થિક વૃદ્ધિ દર સરેરાશ 6.7 રહેશે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં વિકાસ દર છ ટકા રહેવાની શક્યતા છે.”

2024 સુધી નહીં ઘટે વ્યાજ દરો!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ફુગાવો સાધારણ થઈ રહ્યો છે. રિટેલ ફુગાવો મે મહિનામાં 4.25 ટકાના લગભગ બે વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. પરંતુ અમને નથી લાગતું કે આરબીઆઈમાં વ્યાજ દર ઘટાડવામાં કોઈ ઉતાવળ છે. તેમણે કહ્યું કે આરબીઆઈ વ્યાજ દરોમાં ઘટાડો કરવા માટે 2024ની શરૂઆત સુધી રાહ જોવાની સંભાવના છે. જ્યાં સુધી ફુગાવાની સંભાવનાઓ સંપૂર્ણપણે સ્થિર નહીં થાય ત્યાં સુધી આવું થશે નહીં.
Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version