ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ નું કામ હવે ઓક્ટોબરમાં શરુ થશે કારણ કે હાલ શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદને લઈને કોઈ શુભ કામ નો પ્રારંભ કરવામાં આવતો નથી આથી ઓક્ટોબર નવરાત્રી દરમિયાન મંદિર નિર્માણનો શિલાન્યાસ પૂજન કરવામાં આવશે એવા સંકેતો વીએચપી દ્વારા મળ્યા છે બીજી બાજુ મસ્જિદનું નિર્માણ પણ ઓક્ટોબરમાં શરુ કરાશે.
અયોધ્યામાં રામ મંદિરનું ‘ભૂમિપૂજન’ ઓકટોબર સુધી વિલંબિત થશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સંતો દ્વારા લખાયેલા પત્રનો હજુ સુધી જવાબ આપ્યો નથી. એમ રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના પ્રમુખના પ્રવક્તા કમલ નયનદાસે જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ આખું મંદિર ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવશે. તેમજ અગાઉ જે નકશો તૈયાર કરાયો હતો તેની ડિઝાઇનમા પણ થોડાઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમ તો આયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં પથ્થર પર કોતરણી કામ વર્ષ 1990 થી શરૂ કરીને અત્યાર સુધી લગભગ એક લાખ ઘનફૂટ પર કરવામાં આવ્યું છે અને હજુ સતત ચાલી રહ્યું છે. મંદિર નિર્માણ માટે 60 થી 70 ટકા કાર્ય પુર્ણ થઇ ગયુ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com