ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલુ હોવાથી ઘણી જગ્યાએ વેકસીનની અછત સર્જાય રહી છે. તેવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિનએપમાં સીરમ ઇન્સ્ટીટયુટ વેક્સીનની કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા સંબંધી બદલાવ કર્યા છે.
હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ ૪૨ દિવસ એટલે કે ૬ અઠવાડિયા પછી જ આપવામાં આવશે. પહેલાં આ મુદત ૨૮ દિવસ એટલે કે ૪ અઠવાડિયાની હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અંગેની માહિતી તમામ કલેકટર, મહાનગર પાલિકાઅ ને રાજ્યના ચીફ ડિસ્ટ્રિકટ મેડીકલ અને પબ્લિક હેલ્થ ઓફિસરને આપી છે. હવે ૪૨ દિવસ પહેલા કોવિશિલ્ડના બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરી શકાશે નહિ.
બ્રેકિંગ ન્યુઝ : મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.