News Continuous Bureau | Mumbai
Department of Telecommunication: સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ ( DoT )એ નાગરિકોને એક એડવાઈઝરી ( Advisory ) જારી કરી છે કે નાગરિકોને એવા કોલ આવી રહ્યા છે જેમાં ડીઓટીના નામે કોલ કરનારાઓ ધમકી આપી રહ્યા છે કે તેમના તમામ મોબાઇલ નંબર કાપી નાખવામાં આવશે અથવા તેમના મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે. કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ડીઓટીએ વિદેશી મૂળના મોબાઇલ નંબર્સ (જેમ કે +92-xxxxxxxxxxxx) પરથી વોટ્સએપ કોલ્સ વિશે પણ એડવાઇઝરી જારી કરી છે, જે સરકારી અધિકારીઓ બનીને લોકોને છેતરે છે.
સાયબર ગુનેગારો આવા કોલ ( Fake calls ) દ્વારા સાયબર-ક્રાઇમ / નાણાકીય છેતરપિંડી ( Financial fraud ) કરવા માટે વ્યક્તિગત માહિતીને ધમકી / ચોરી કરવાનો પ્રયાસ કરે છે. ડીઓટી તેના વતી કોઈને પણ આ પ્રકારનો કોલ કરવા માટે અધિકૃત કરતું નથી અને લોકોને જાગૃત રહેવાની સલાહ આપી છે અને આવા કોલ પ્રાપ્ત કરવા પર કોઈ માહિતી શેર ન કરવા જણાવ્યું છે.
ડીઓટીએ નાગરિકોને સંચાર સાથી પોર્ટલ (www.sancharsaathi.gov.in)ની ‘ચક્ષુ-રિપોર્ટ શંકાસ્પદ ફ્રોડ કમ્યુનિકેશન્સ’ સુવિધા પર આ પ્રકારની છેતરપિંડીના ( Cyber-crime ) સંદેશાવ્યવહારની જાણ કરવાની સલાહ આપી છે. આ પ્રકારના સક્રિય રિપોર્ટિંગથી ડીઓટીને સાયબર અપરાધ, નાણાકીય છેતરપિંડી વગેરે માટે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવામાં મદદ મળે છે.
આ સમાચાર પણ વાંચો : Wheat: સંગ્રહખોરીને રોકવા સરકારનો મોટો નિર્ણય, વેપારીઓને ઘઉંના સ્ટોકને લઈને આપ્યો આ મોટો આદેશ..
વધુમાં, સંચાર સાથી પોર્ટલની (www.sancharsaathi.gov.in) ‘નો યોર મોબાઇલ કનેક્શન્સ’ સુવિધા પર પોતાના નામ પર મોબાઈલ કનેક્શનની તપાસ કરી શકે છે અને કોઈ પણ મોબાઈલ કનેક્શનની રિપોર્ટ કરી શકે છે જે તેમણે નથી લીધું કે તેની જરુરિયાત નથી થઈ.
ડીઓટીએ નાગરિકોને પહેલેથી જ સાયબર-ક્રાઇમ અથવા નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા કિસ્સામાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર રિપોર્ટ કરવાની સલાહ પણ આપી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
