ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
એક મોટા બદલાવમાં કેન્દ્ર સરકારે મંગળવારે કૅબિનેટ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન અને રાજ્યસભામાં ગૃહના નેતા થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત નીચે મુજબ ૮ રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે.
મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભામપતિની નિમણૂક કરવામાં આવી છે.
મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્રન્ વિશ્વનાથ આર્લેકરની નિમણૂક કરવામાં આવી છે.
પી.એસ. શ્રીધરન પિલ્લઈની બદલી કરીને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રમેશ બૈસની ઝારખંડના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે.
બંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમાયા છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ કૅબિનેટ વિસ્તરણ ૭ જુલાઈ અથવા ૯ જુલાઈએ થશે એવા સંકેત મળી રહ્યા છે. આ અગાઉ મોટા ફેરફાર કરાયા છે.